ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા જ મોટી સંરક્ષણ ડીલને મંજૂરી, જાણો 'રોમિયો' કેમ જરૂરી છે ભારતીય નેવી માટે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા જ ભારતે ભારતીય નેવી માટે મલ્ટીરોલ હેલિકોપ્ટર ખરીદવાની 2 અબજ ડોલરની ડીલને મંજૂરી આપી દીધી છે. અમેરિકાએ પણ દિલ્હીની વાયુ સરહદને સુરક્ષિત કરવા માટે મિસાઈલ શીલ્ડ સિસ્ટમની રજુઆત કરી છે.

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા જ મોટી સંરક્ષણ ડીલને મંજૂરી, જાણો 'રોમિયો' કેમ જરૂરી છે ભારતીય નેવી માટે

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા જ ભારતે ભારતીય નેવી માટે મલ્ટીરોલ હેલિકોપ્ટર ખરીદવાની 2 અબજ ડોલરની ડીલને મંજૂરી આપી દીધી છે. અમેરિકાએ પણ દિલ્હીની વાયુ સરહદને સુરક્ષિત કરવા માટે મિસાઈલ શીલ્ડ સિસ્ટમની રજુઆત કરી છે. અમેરિકા પાસેથી 24 એડવાન્સ્ડ MH 60 રોમિયો હેલિકોપ્ટરની આ ડીલ નેવી માટે ખુબ મહત્વની છે. કારણ કે તેના કેટલાક જહાજ જલદી સમુદ્રમાં ઉતરવાના છે પરંતુ આ માટે એક સક્ષમ હેલિકોપ્ટર હજુ પણ તેની પાસે નથી. 

પ્રવાસ દરમિયાન ડીલ શક્ય
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ ભારતના બે દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. સૂત્રોએ જણાવ્યું કે આ કરાર પર ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવશે. એડવાન્સ્ડ હેલિકોપ્ટરથી યુદ્ધજહાજને દુશ્મનની સબમરીનોની જાણકારી મેળવીને નષ્ટ કરવામાં મદદ મળે છે. આવા હેલિકોપ્ટર ન હોવાના કારણે નેવી પાસે હિન્દ મહાસાગર વિસ્તારમાં સબમરીનોની ભાળ મેળવવાની ક્ષમતા ઓછી છે. નેવીને 120થી વધુ નેવલ મલ્ટી રોલ હેલિકોપ્ટરની જરૂર છે. નેવીએ આ માટે ઓગસ્ટ 2017માં ગ્લોબલ રિક્વેસ્ટ બહાર પાડી હતી. પરંતુ આ મામલો આગળ વધી શક્યો નહતો. 

डोनाल्ड ट्रंप की यात्रा से पहले बड़े रक्षा सौदे को मंजूरी, 'रोमियो' हेलिकॉप्टर खरीदेगा भारत

અત્રે જણાવવાનું કે રોમિયો હેલિકોપ્ટર ભારતીય નેવી માટે ખુબ ખાસ છે. આ સપાટી અને સબમરીન ભેદી યુદ્ધ અભિયાનોમાં ભારતીય નેવીની ક્ષમતાને વધારવામાં કારગર છે. આ હેલિકોપ્ટર જંગી યુદ્ધ જહાજો, સબમરીન અથવા દુશ્મનના અન્ય ઠેકાણા પર અચૂક નિશાન સાધવામાં સક્ષમ છે. સમુદ્રમાં શોધ અને બચાવ કાર્યોમાં પણ આ હેલિકોપ્ટર ખુબ ઉપયોગી છે. 

અમેરિકા તરફથી ભારતને નેશનલ એડવાન્સ્ડ સરફેસ ટુ એર મિસાઈલ સિસ્ટમ (NASAMS) આપવા ઉપર પણ વાત આગળ વધી છે. આ સિસ્ટમથી દિલ્હીની હવા દ્વારા તમામ જોખમથી સુરક્ષા થઈ શકશે. આ સિસ્ટમની વેલ્યુ લગભઘ 1.8 અબજ ડોલર છે. આ ડીલ અંગે અમેરિકી કોંગ્રેસને સૂચના અપાઈ હતી. 

સૂત્રોએ જણાવ્યું કે આ ડીલ પણ જલદી થઈ શકે છે. આ માટે લેટર ઓફ એક્સેપ્ટન્સ (LOA) અમેરિકા તરફથી જાહેર કરવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે અમેરિકાએ LOA બહાર પાડી દીધો છે. અમે રાજધાનીની સુરક્ષા માટે એડવાન્સ્ડ મિસાઈલ સિસ્ટમ મેળવવાની નજીક પહોંચી ગયા છીએ.

જુઓ LIVE TV 

ભારત તરફથી હસ્તાક્ષર થયા બાદ LOA એક કોન્ટ્રાક્ટ બની જશે. આ પ્રક્રિયા થોડા અઠવાડિયામાં પૂરી થઈ શકે છે. ભારતે અમેરિકા પાસેથી 18 અબજ ડોલરથી વધુના ડિફેન્સ ઈક્વિપમેન્ટ ખરીદ્યા છે અને મિલેટ્રી લોજિસ્ટિક્સ શેર કરવા અંગે કેટલાક કરાર કર્યા છે. ભારત માટે અમેરિકા સૌથી મોટો મિલેટ્રી ટ્રેનિંગ પાર્ટનર પણ છે. 

થોડા દાયકા પહેલા ભારત ડિફેન્સ ઈક્વિપમેન્ટની પોતાની જરૂરિયાતનો મોટો ભાગ રશિયાથી ખરીદતો હતો. પરંતુ હાલના વર્ષોમાં અમેરિકાથી ખરીદી વધી છે. એશિયામાં ચીનની તાકાતને જોતા અમેરિકા વ્યૂહાત્મક દ્રષ્ટિથી સંતુલન જાળવી રાખવા માટે ભારતની ક્ષમતા વધારવા માંગે છે. આ જ કારણે ભારતની ડિફેન્સ ઈક્વિપમેન્ટ ખરીદી વધારી છે અને તે ટેક્નોલોજીને ધ્યાનમાં રાખીને પણ આ વિસ્તારમાં મદદ કરી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news